નોંધ

આ રમતોત્સવમાં ફક્ત કડવા પાટીદાર ભાઈઓ / બહેનો જ ભાગ લઇ શકશે.

આ રમતોત્સવમાં ભાગ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવું ફરજીયાત છે

આ રમતોત્સવનું ફોર્મ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્ટ ગઠીલાની વેબસાઈટ www.umiyamatajigathila.org તેમજ www.umasport.com પારથી ભરી શકશે.

બહેનો માટેનો રમતોત્સવ તા. 04/01/2020 ને શનિવારના રોજ યોજાશે અને ભાઈઓ માટેનો રમતોત્સવ તા. 05/01/2020 ને રવિવારના રોજ સવારે 6-00 કલાકથી યોજશે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01/01/2020 ને બુધવાર રહેશે. ત્યારબાદ ફોર્મ ભરી શકાશે નહી જેની ખાસ નોંધ લેવી.

આ રમતોત્સવ જુદા-જુદા 3 વય ગૃપમાં રમાડવામાં આવશે. જેમાં અંડર -14, અંડર-19 અને અપર-19 (ઓપન એજ ગૃપ ) માં યોજવામાં આવશે.

આ રમતોત્સવમાં રસ્સા ખેંચ બહેનો માટે બે વય ગૃપ અંડર-19 અને અપર-19માં યોજવામાં આવશે. જયારે ભાઈઓ માટે ફક્ત એકજ અંડર-19 વય ગૃપમાં યોજવામાં આવશે.

આ રમતોત્સવમાં ખો -ખો બહેનો માટે ફક્ત એકજ વય ગૃપ (ઓપન એઈજ ગૃપ) રહેશે.

આ રમતોત્સવમાં ચેસ તેમજ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધેલ ખેલાડી ભાઈઓ/બહેનો અન્ય બીજી કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહી. આ સ્પર્ધામાં ચેસ તેમજ બેડમિંટન ખેલાડીએ પોતાના લાવવાના રહેશે.

અંડર-14, અંડર-19 તથા ઓપન એઈજ ગૃપ ભાઈઓ/બહેનો માટેની વ્યક્તિગત રમતો :-
          100 મી. દોડ, મીની મેરેથોન, ગોળા ફેક, ચક્ર ફેક, લાંબી કૂદ, ઉંચી કૂદ, ચેસ, બેડમિંટન

બહેનો માટેની સાંધીક રમતો :-
          રસ્સા ખેંચ - અંડર-19 તથા અપર-19 (ઓપન એઈજ ગૃપ)
           ખો-ખો - ફક્ત એકજ ઓપન એઈજ ગૃપ

સ્કેટીંગ ભાઈઓ તથા બહેનો માટે - ધોરણ 1 થી 4, ધોરણ 5 થી 8, ધોરણ 9 થી 12.

સ્કેટિંગ સ્પર્ધામાં સ્પર્ધક ઈન લાઈન અથવા ક્વાડ આ બંનેમાંથી કોઈપણ સ્કેટીંગનો ઉપયોગ કરી શકશે. બંનેની અલગ સ્પર્ધા યોજવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી. સ્પર્ધકે પોતાના સ્કેટીંગ લાવવાના રહેશે.

ભાઈઓ માટેની સાંધીક રમતો :-
           રસ્સા ખેંચ - ફક્ત એકજ વય ગૃપ અંડર-19 માં યોજવામાં આવશે.
          

અંડર-14 તથા અંડર-19ના તમામ સ્પર્ધક ભાઈઓ/બહેનોએ જન્મ તારીખના પુરાવાની નકલ સ્પર્ધા સમયે ફરજીયાત રજુ કરવાની રહેશે.

મીની મેરેથોન સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધક ભાઈઓ/બહેનોએ સ્પર્ધાના દિવસે સવારે 6-00 કલાકે મેદાન પાર ઉપસ્થિત રહેવાનું રહેશે બાકીની તમામ સ્પર્ધાઓ સ્પર્ધાના દિવસે સવારે 7-30 કલાકથી શરુ થશે.

-: સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે સંપર્ક કરવો :-


1) શ્રી આનંદભાઈ રાણીપા (મોં. 99792 46082)
2) શ્રી અલ્કેશભાઈ વાછાણી (મોં. 94286 22982)
3) શ્રી દિપ્તિશભાઈ દેલવાડીયા (મોં. 98245 01445)
4) શ્રી ભાવિકભાઈ ફુલેત્રા (મોં. 94277 41015)

Individual

Team

Volunteer

Previous Event